Gujarati Poems
વાંચો હૃદયસ્પર્શી ગુજરાતી કવિતા
ગદ્ય ને પદ્ય શીખવામાં અડધો કવિ બન્યો
હિસ્ટ્રીમાં તો મુગલોએ ગૂગલને ય હરાવ્યા
જેમ તેમ કરીને હિસ્ટ્રી પતાવી તો,
અર્થ શાસ્ત્ર્ર એ મૂક્યા મુશ્કેલીમાં એવા કે
ચાણક્યની કૂટનીતિ યાદ આવી ગઈ ........
બધું કહી શકાતું નથી, કહ્યા વગર રહી શકાતું નથી
પડીએ તો ઊભું થવાતું નથી, પડયું રહેવાતું નથી.
ઓલ્ડ કાર ગમતી નથી, ઓડી કાર પોષાતી નથી.......
ભગવાને આપેલ અનમોલ ભેટ છે
દોસ્તી,
કોઈ હસ્તીથી કમ નથી આ દોસ્તી,
જેની પાસે છે હસતાં દોસ્તો,
એનાથી મોટી કોઈ હસ્તી નથી .......
ફૂલોથી સુશોભિત શબપેટીને એકીટશે જોઈ રહી,
એણે લગ્નમંડપમાં બાંધેલી ફુલોની ચોરી યાદ આવી,
પતિને પહેરાવેલી વરમાળા અને સપ્ત વચન યાદ આવ્ય ......
ટ્રાવેલિંગ હોય, કે મોર્નિંગવોક હોય,
કે પછી ઘરકામ હોય,
સવાર હોય કે પછી સાંજ હોય,
મારા મગજની કસરત બને છે તું, ......
કોહલીનો છગ્ગો જોઈ મન હરખાય છે,
આલિયાનો ઠુમકો જોઈ મન મલકાઈ છે
હું એ નડિયાદનો ને,
સરદાર પટેલ એ નડિયાદના ......
અને આવતાં જનમમાં ભગવાન સ્ત્રી બનાવશે ,
ને આ અણધારી ઘટના એની સાથે બનશે,
ત્યારે એને અંધારી રાતનો અહેસાસ થશે. ......
પીઝા તું ભલે ખા તું ભાઈ,
પણ પીઝા તને ખાઈ જશે તો નહિ ચાલે,
નકલ તું ન કર કોઈની ભાઈ,
સકલ ને તું અક્કલથી ન તોલ તું ભાઈ, .....
મીરાંએ છોડ્યું મેવાડ,
ને રામે છોડી અયોધ્યાનગરી
ધીરુભાઈ અંબાણીએ છોડી નોકરી,
ને બન્યાં લોકો માટે એક મિશાલ , .......
જ્યારે જ્યારે આવી જાય છે અભિમાન ને ઇર્ષ્યા,
ત્યારે ત્યારે પરચો બનીને આવે છે ઈશ્વર,
જ્યારે જ્યારે હાસ્યનો આવી જાય છે દુકાળ,
હાસ્ય કલાકાર બની આવે છે ઈશ્વર,......
ભલા છે, ભોળા છે
લાખોમાં એક હોય છે આવા લોકો
ન્યાય આપી દે છે મીનળદેવીની જેમ,
ઔરંગઝેબ અને દારાશિકોહના જેટલો ફરક હોય છે,......
સ્વજનથી વાયા સ્વમાન સુધી પહોંચતા રસ્તામાં અટકાયો
ફૂલની ફોરમ પ્રસરાવવા નીકળ્યો હતો
હજુ પાછો આવ્યો નથી
નથી સરનામું, નથી કોઈ જાણ પહેચાન,........
શરમાતી વધૂને જોઇને વરસાદ વધુ છલકાયો,
છલકાતા પ્રેમ ને જોઇને ભાન ભૂલીને આવ્યો,
ભાનમાંથી જાગ્યો તો શાન બનીને આવ્યો,
શાન ભાન એક કરીને અચૂક નિશાને આવ્યો,.....
પહેલીવાર હાથમાં લીધો બાળકને,
અને ચૂમીને ગળે વળગી પડી,
એના પહેલા રુદનથી ઝૂમવા લાગી,
અને માનો જનમ થયો,......
એણે ન્યાય આપ્યો છે સુપ્રીમકોર્ટના મુખ્ય જજની જેમ,
એણે સાંભળ્યો છે મધુર સંગીતની જેમ,
એની પાસે છે અમૂલ્ય અખૂટ ધનનો ખજાનો,
એણે કદર કરી છે ભારત રત્નની જેમ,.......
પૂર્ણ થઈ ગઈ કવિની કવિતા,
છંદને મળી ગયો રાગ,
નારાયણને મળી ગઈ લક્ષ્મી,
ને લક્ષ્મી પધાર્યા આંગણે,........
આમ તો લખી નાખીએ થોડાં સ્પેલિંગ સાચા,
આમ તો બોલી નાખીએ થોડાં શબ્દો સાચા,
ગોખેલા શબ્દો યાદ રાખવા મથીએ દિલથી સાચા,
બોલવા જાઇએ અને ગળામાં વળી જાય છે ડૂચા,........
પુરુષ જો વર્ણ છે, તો વર્ણમાળા છે સ્ત્રી,
પુરુષ જો પાણીનું બિંદુ છે, તો સરિતા છે સ્ત્રી,
પુરુષ જો વૃક્ષ છે, તો કલ્પવૃક્ષ છે સ્ત્રી,
પુરુષ જો ટી.વી છે, તો રિમોટ છે સ્ત્રી,.......
અનેક તારાઓ વચ્ચે,
એક અલગ ઓળખ બનાવી પણ.
તારાઓથી નહીં અલગ થતો.
જોયો છે ચાંદ મેં,......
એક સ્મિતે તો કરી દીધી ગજબની કમાલ આજ,
ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરાવી દીધો,
એક સ્મિતે તો કેટકેટલા સંબંધો બનાવી દીધા,.......
ફેશનનું વેશન થઈ જાય છે અને વેશમાં ફેસ કાળો મેશ થઈ જાય છે,
વરનું વટ થઈ જાય છે અને વટમાં જિંદગી વશ થઈ જાય છે,
સંગતનું અંગત થઈ જાય છે અને અંગત થતાં જિંદગી રંગીન બની જાય છે,
ચાદરનું આદર થઈ જાય છે અને ચાદરમાં પડી રહેતા વાદ થઈ જાય છે,.....
મમ્મી પંખાની જેમ બદલતાં થઈ ગયા છે માણસો,
મોબાઈલમાં સાબિતી માટે રેકોર્ડિગ સેવ રાખવું પડે છે,
મમ્મી આજે તો મારે હોરર મૂવી પણ ડિલીટ કરવું છે.
મમ્મી હીરો કહીને બોલાવે છે મને તારી લાડકી,
મમ્મી આજે તો એના વીરાને વીર બનીને બતાવું છે,....
નહોતું વર્ષ બદલાયું, નહોતો કોઈ વિશ મેસેજ
નહોતી પાછી વર્ષગાંઠ, નહોતું કોઈ એનીવર્સરી સેલિબ્રેશન
કારણ હતું એનું કે આખર તારીખ આવી,......
કરો કાળો ટિકો રે કોઈ કાળો ટિકો,
મારા વીરાના ગાલ પર કાળો ટિકો,
બોલતી જાય એ તો નાચતી જાય,
ધૂમ મચાવતી બેની હાલી,........
સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)
જૂઠ બોલે ને કરે નાટક ભલે એ
આખરે જૂઠ એનો ય ગુરુ બને
આઘાત આપવા રહે એ તત્પર
પરંતુ પ્રત્યાઘાત એનો જ પીછો કરે
કારણ કે સત્યમેવ જયતે ,.......
ગુરુત્વાર્ષણ બળનો નિયમ આજ મને દેખાયો,
ચાઇનીઝ દોરીનું આકર્ષણ ધરા પર જ દેખાયું.
રેશમી દોરાંએ હવામાં ઉંચી છલાંગ લગાવી,
ને પરિક્રમા પૂરી કરવા ચારે દિશાએ અથડાયો ,......
આઈસ્ક્રીમ ખાધા પછી જાણે,
ભજીયાંની ઋત આવી,
બાર વર્ષની બાળા જાણે,
મેડલ લઇને આવી ,.......
ઘણીવાર તો ગમતાં લોકો જ રમી જાય છે,
ખો ખોની જેમ ખો કરી જાય છે,
ને બોકસરની જેમ મુક્કો મારી જાય છે,
કબડ્ડીની જેમ પગ ખેંચવા આવી જાય છે,......
નોકરિયાતોનાં પગાર અટવાયાં,
પરીક્ષાર્થીઓની પરીક્ષા અટકાઈ,
ધંધાર્થીઓનાં ધંધા અટકાયા,
રોજમજૂરો છૂટાં થયાં,
તારાં ખાતાંમાં કેટલું પાપ ઠલવાયું ,......
અયોધ્યાનગરી થઈ લંકાનગરી,
એકના દોષે ન થાય અનેક દોષી
ફરીથી આયોધ્યાનગરી બનાવવા હું તો
અતિથિ બનીને છું આવી ,......
ઓસરી ગયું બધું ઓસરી ગયું, બધું અભિમાન આજ ઓસરી ગયું
લાગવક લગાવી મેં તો, લાગવક લગાવી
તલાટી, કલેકટર, ને મોદી સુધી લાગવક લગાવી,
કોઈ ન બન્યું સાથી, કોઈ ના બન્યું
વિકટ પરિસ્થિતિમાં માં કોઈ ના આવ્યું ,........
1000 લાઈનના ઇનપુટ એરર સામે આઉટપુટ બનીને આવ્યું માસ્ક,
દર્દીઓની લાઈન લાગી એવી કે 64 GB નું સ્ટોરેજ ઉભરાયુ
ટચસ્ક્રીન બનાવનારની ટેકનોલોજી પણ આજે હારીટચ કર્યું જેવું ડીવાઈસને ,
કોપી થઇ બીજા ફોલ્ડરમાં પેસ્ટ થયો ........
હું તમે નીકળ્યા અને ચેર હતી એ સ્થાને મૂકતી હતી.
તમે મને દૂર થી નિહાળી રહ્યા હતા એ વાત ની મને પણ જાણ હતી
મારી ચેર ગોઠવાઈ ગઈ હતી છતાં હું ફરીથી એ ગોઠવતી હતી
એ વાત ની તમને પણ થોડી થોડી જાણ હતી
ટિપ્પણીઓ