નહીં ચાલે (ગુજરાતી કવિતા)/Inspirational Gujarati Poem




Inspirational Gujarati Poem

પરેશાન તું ભલે થા,
પણ જિંદગીની રેસમાં,
નહિ ઉતરે તો નહીં ચાલે,

સિરિયલ તું નહિ જુએ તો ચાલશે,
પણ રિયલ નહિ રહે તો નહીં ચાલે,

પત્ની સાથે હનીમૂન પર,
નહિ જાય તો ચાલશે, 
પણ પત્નીમાં તું મૂનને સંબંધમાં,
હની નહિ રાખે તો નહિ ચાલે,

પીઝા તું ભલે ખા તું ભાઈ,
પણ પીઝા તને ખાઈ જશે તો નહિ ચાલે,
નકલ તું ન કર કોઈની ભાઈ,
સકલ ને તું અક્કલથી ન તોલ તું ભાઈ,

મરીજ તું ન બન ભાઈ,
મરીઝની કવિતા વાંચ તું ભાઈ,
સાવન તું બન ભાઈ,
નંબર વન તું બન ભાઈ,

સોનામાં સુગંધ તું નહિ બને ચાલશે, 
પણ સોનામાં રાખ બને એ નહિ ચાલે,

બાગમાં રાગ નહિ ગાઇશ તો ચાલશે,
પણ બાગમાં આગ બને તો નહીં ચાલે,

સોદો સફળ નહિ થાય તો ચાલશે ભાઈ,
પણ નિષ્ફળતામાંથી,
બહાર નહિ આવે તો નહીં ચાલે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain