વણઝારા સમાજના અનોખા રીત રિવાજો
વણઝારા રંગબેરંગી સંધ્યા પછીના ઝાંખા અજવાળામાં , ગામના પાદરે ઉભેલા પાંચ પચાસ બળદો ના ધાડાની પડખે, ઝબકારા મારતા ચૂલાની જ્વાળાના ઉજાસમાં દિવસભરની ભૂખે ટળવળતા નાનાં ભૂલકાંઓને પ્રેમે રોટલો ઘડી ખવડાવતી માતાનાં વહાલભર્યા મુખડાં આપણા વિચારની વણઝારાને પણ ક્યાંક તાણી જાય છે.
તેઓ રંગે પાકા ઘઉંવર્ણા ને કસાયેલા શરીરવાળાને મજૂરી કરી શકે તેવાં સશક્ત હોય છે. વણઝારા સ્ત્રીઓને પણ સુંદરતા અને શરીર સંપત્તિ વરેલી હોય છે. મોટા ઘેરદાર ચણીયાને શરીરે કાપડી પહેરે છે.
તેમના ચણિયાની વિશિષ્ઠતા તેનાં નાડામાં છે. આ નાડા બહાર ઘૂંટણ સુધી લટકતાં હોય છે. છેડે મોતીનાં ઝૂમખાં હોય છે. કુંવારી દીકરીઓ નાડાં ગૂંથે છે. પરણ્યા પછી આણામાં પચીસ ત્રીસ નાડાં આપવાના હોય છે. જેમ લોકો વધુ શ્રીમંત તેમ વધુ નાડાં આપે છે.
ટિપ્પણીઓ