પારસી પ્રજાની તદ્દન ભિન્ન મરણોત્તર વિધિ

    પારસીઓ ગાયને પૂજે છે. સૂર્યની પણ પૂજા કરે છે ને સાવ સફેદ ગોધા નું તે લાલન પાલન કરે છે. તેને  "વરસ્યાજી" કહેવામાં આવે છે. ખાસ ક્રિયાઓમાં વરસ્યાજી ને હાજર રાખવામાં આવે છે ને ધાર્મિક ક્રિયામાં ગૌમૂત્ર નો પણ ઉપયોગ થાય છે.


                          મરણોત્તર વિધિ 

    કોઈ પણ પારસી વ્યક્તિ અવસાન પામે ત્યારે ધર્મગુરુઓને ઘણી ક્રિયાવિધી કરવી પડે છે. મૃત શરીર ચોક્કસ નિશ્વિત ધાર્મિક કક્ષાની વ્યક્તિઓ જ ઉપાડી શકે છે. પારસીઓ અગ્નિને પવિત્ર ગણતા કોઈ મૃતદેહ ને તેઓ જમીનમાં દફનાવતા નથી. તેઓ તેને વિધિપૂર્વક "દોખ્ખા"~ટાવર ઓફ સાઈલનસ માં મૂકે છે.

          "દોખ્ખા" એક મોટા કૂવા જેવી ઈમારત હોય છે. તેની અંદરની ભીંતોમાં વર્તુળાકારે ગોખલા જેવી પથ્થર ની ત્રણ કતારો હોય છે : સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે, ને બહારના પુરુષો માટે.

           "નસરસલા" નામના ડાઘુઓ જેમના સિવાય અન્ય કોઈ દોખ્ખા માં પ્રવેશી શકતું નથી. તે મૃતદેહ ને દોખ્ખા માં મૂકે છે મૃતદેહ ને ગીધો સમાપ્ત કરે એટલે અસ્થિ કૂવા માં સરી પડે છે. જ્યાં ચૂના ફોસ્ફરસ સાથે મળતાં તે ખાખ થઈ જાય છે. પછી વરસાદ નું પાણી અંદર ભૂગર્ભ નહેરો દ્વારા  તેને ભૂગર્ભ કૂવા માં વહાવી દે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

જેસલ તોરલની સમાધિ લોકકથા