કરવાચોથ પૌરાણિક કથા

 પૌરાણિક કથા અનુસાર, કરવા નામની કુંવારિકાને સાત ભાઈઓ હતાં. બધાં જ ભાઈઓ કરવા ને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. કરવા નાં લગ્ન ધામધૂમથી સુખી સંપન્ન પરિવારમાં કરાવીને બધાં ભાઈઓ સંતુષ્ટ હતાં.



 કરવા ને સાસરે પણ કોઈ વાતની ખોટ નહોતી. કરવા દર વર્ષે પતિના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કરતી હતી. એક વખત તે કરવાચોથ વખતે પિયર ગઈ હતી. અને આખો દિવસ ભૂખ્યે રહી હતી. આખો દિવસ ભૂખી કરવા ને જોઇને બધાં ભાઈ ભાભીને કરવાની દયા આવી ગઈ.

અને ભાભીએ આખા દિવસની ભૂખી કરવા ને જમવા માટે કહ્યું. પરંતુ, કરવાએ ચાંદ નહિ નીકળે ત્યાં સુધી નહીં જમું એવું ભાભી ને કહ્યું.

સૌથી નાનાં ભાઈએ એક ઉપાય શોધી લીધો. ભાઈએ ઝાડ પર એક દીવો મૂકી દીધો અને કરવા ને કહ્યું કે, "બહેન કરવા દેખ ચાંદ આકાશમાં આવી ગયો છે". બહેન કરવા એ ચાળની અને પૂજાની ડીશ લઈને ધાબા ઉપર ગઈ અને દીવાની પ્રતીતિ ચાંદ જેવી દેખાતી હતી એની ચાંદ ગણીને પૂજા કરી લીધી.

બીજાં દિવસે કરવા એ જોયું તો એનો પતિ મૃત્યું પામ્યો હતો. કરવા ના દુઃખનો કોઈ પાર ન રહ્યો. કરવા નાં આંસુ બંધ થવાનું નામ નહોતાં લેતાં. કરવાએ પતિના શબને અગ્નિદાહ આપવાની ના પાડી દીધી અને પતિના શબ સાથે આખો દિવસ રહેવા લાગી.

આમ કરતાં કરતાં બીજી કરવાચોથ આવી ગઈ ! કરવા એ બધી ભાભીઓને પતિને સાજો કરવા માટે વિનંતી કરી. બધી ભાભીઓ બીજી ભાભીને વિનાવવાનું સૂચન કરતી.

આ રીતે કરવા છઠ્ઠા નંબરની ભાભી પાસે ગઈ. છઠ્ઠા નંબરની ભાભીએ કહ્યું કે, તારો પતિ સૌથી નાના ભાઈને લીધે મૃત્યું પામ્યો છે તો તું એને જઈને વિનંતી કર. કરવા સૌથી નાના ભાઈ પાસે ગઈ.નાના ભાઈ એ દીવાની જ્યોત કરી અને કરવાનો પતિ "જય ગણેશ" બોલતો ઉઠી ગયો. કરવા ના હરખનો પાર ન રહ્યો અને કરવાનું કરવા ચોથ નું વ્રત સફળ થયું.

ત્યારથી આજ સુધી સુહાગણ પત્નીઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કરે છે અને ચાંદ ની સાથે સાથે ભગવાન શિવ અને ગણેશ ની પૂજા કરે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા