વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.
વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.
કેવી રીતે લગ્ન પહેલાં નરેશ કનોડિયો અને રતન મળતાં ?
વાંચો નરેશ કનોડિયા એ શું કહ્યું હતું પોતાની ધર્મ પત્ની વિશે ?
નરેશ કનોડિયાએ એ એકવાર પોતાના પુત્ર હિતુ કનોડિયા ને કહ્યું હતું કે, "છપ્પન અભિનેત્રી ઓ સાથે અભિનય મે ભલે કર્યો હતો પણ ઘરમાં તો મારી રતન નું જ ચાલે. એની સુંદરતા, ગુણવાન, સરસ અને મહેશભાઈ તો એને અન્નપૂર્ણા કહે એને છોડીને મને બીજો પ્રેમ થાય જ નહિ.
એને પગલાં પાડયા મારા ઘરે અને મારા નસીબ એ પણ જોર પકડ્યું. અને લગ્ન પછી તુરંત જ હું આફ્રિકા જઈ આવ્યો. મે આટલી બધી અભિનેત્રીઓ સાથે અભિનય એટલે કર્યો કે, મને રતન એ અભિનય કરવા દીધો."
નરેશ કનોડિયાએ પ્રણય ની વાત કરતાં હિતુ કનોડિયા ને જણાવ્યું હતુ કે,
" હું અને તારી મમ્મી લગ્ન પહેલાં અત્યાર ના જેટલી સગવડો અને સામાજિક બંધનો થી બંધાયેલા હતા ત્યારે એકબીજા ને મળવાં માટે જુદાં જુદાં બહાના બનાવતા. રતનનું પિયર અમદાવાદ પાસેનું રાજપુર થતું.એ ત્યાંથી બસમાં બેસીને ગાંધીનગર સીવણ ક્લાસ માં આવતી.
અને હું મહેસાણા થી સાયકલ કાકા પાસેથી કોઈ પણ બહાનું કાઢીને લેતો અને રતન ને દૂરથી જોતો .અને પછી તો રતનની બસ આગળ અને હું મારી સાયકલ ના પેંદલ મારતો મારતો એની પાછળ".
ટિપ્પણીઓ