મહંમદ બેગડો ઈતિહાસનું એક અમર નામ
અમદાવાદ પાસે આવેલ મહેમદાવાદ શહેર ગણપતિ બાપાના મંદિર માટે ઓળખાય છે.આ ઉપરાંત, આ
શહેર મહંમદ બેગડા માટે પણ ઓળખાય છે. મહેમદાવાદ શહેર તેણે વસાવ્યું હતું.ત્યાં
વાત્રકને કાંઠે ભમ્મરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ બંધાવ્યા હતા.
ઝેર આપવાની ને ખુન
કરવાની વાતો તો તે સમયના રાજકારણ માં સાધારણ થઈ પડી હતી. આવી જ વાત ગુજરાતના મહંમદ
બેગડાની છે. તેની મા તેને ઝેર આપતી હતી. પણ મારી નાખવા નહીં પણ જીવાડવા.
મહંમદ બેગડાનું મૂળ નામ હતું ફતેહખાં. કોઈ તેને ઝેર આપીને મારી નાખશે એવી બીક તેની મા ને
સતત લાગતી હતી.મા એ તેનો ઉપાય શોધી કાઢ્યો.મા એ દીકરાને નાનપણથી થોડું થોડું તે
પચાવી શકે તેટલું ઝેર આપવા માંડ્યું. તે કારણે તેનું ખાવાનું પણ વધતું ગયું.
સવારમાં તેને એક કટોરો ઘી અને એક કટોરો મધ જોઈએ. દિવસમાં ઢગલાબંધ અનાજ અને ૨૫૦
કેળાં જોઈએ. ઊંઘ માંથી જાગે ત્યારે એને ખાવાનું જોઈએ. તે માટે બાજુમાં જ ખાવાનું
મૂકી રાખવામાં આવતું.
આવા એ મહંમદ એ બે ગઢ જીત્યાં હતા એટલે લોકો તેને બેગડો કહેતા
એમ મનાય છે. બે ગઢ એટલે એક ચાંપાનેરનો અને બીજો જૂનાગઢનો.
ટિપ્પણીઓ