નરેશ-મહેશ અતૂટ ભાઈનો પ્રેમ
નરેશ કનોડીયા એ એકવાર ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારો અને મોટાભાઈ મહેશભાઈનો પ્રેમ તો એટલો ગાઢ હતો કે, મોટાભાઈ ને તાવ આવે તો મને ય તાવ આવે. મોટાભાઈને ખાંસી આવે તો મને પણ ખાંસી આવે. મોટાભાઈને બાયપાસ કરાવ્યું તો મારે પણ પછીથી બાયપાસ કરાવવું પડ્યું.
અમે એકસાથે જન્મ્યા નથી, પરંતુ અતૂટ પ્રેમના કારણે રિલાયન્સ કંપની તરફથી "રામ-લક્ષ્મણ એવોર્ડ" પ્રાપ્ત થયો હતો.
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા પાસેના કનોડા માં થયો અને ગામ પરથી જ અટક પણ કનોડિયા રાખી હતી. વણાટ નું કામ કરીને ગુજરાન ચલાવતા.
ટિપ્પણીઓ