શ્વાસ ખોવાયો છે (ગુજરાતી કવિતા)/Heart Touching gujarati poem

Heart Touching Gujarati Poem

સ્વજનથી વાયા સ્વમાન સુધી પહોંચતા રસ્તામાં અટકાયો
ફૂલની ફોરમ પ્રસરાવવા નીકળ્યો હતો
હજુ પાછો આવ્યો નથી
નથી સરનામું, નથી કોઈ જાણ પહેચાન
સાંકડી શેરીમાં ફસાયો છે,
વિશ્વાસ રાખીને નીકળ્યો હું ગોતવા
વિશ્વાસઘાત થયો તો અડધેથી પાછો ફર્યો છું,
વિશ્વાસઘાતને યાદ કરતા ,
શ્વાસ મારો ખોવાયો છે..

પોતાનાંને નીકળ્યો હું શોધવા
ભૂલભૂલૈયામાં ફસાયો હું ને
એકલો પાછો ફર્યો છું,
ભૂલવાની કરી જો કોશિશ તો
ઊંઘમાંથી જાગ્યો છું,
નિરાશાથી ઘેરાયેલો નિરાશ થઈને આવ્યો છું.
હાર માની લીધી તો,
દુનિયાએ બહાર કર્યો મને
શ્વાસ મારો ખોવાયો છે..

ઓક્સિજન આપ્યો'તો જેમણે
કાર્બન ડાયોક્સાઈડ પાછો આપ્યો એમને
સફળતાની લડાઈમાં અનુભવ બનીને પાછો ફર્યો છું,
કડવા અનુભવ થયા તો 
ફરીથી શ્વાસ મારો ખોવાયો છે..

આત્મવિશ્વાસથી ભરપુર આંખો હતી,
પરંતુ પીળીયો હતો સામેવાળાને
અને પીળું દેખાવા લાગ્યું મને
એવો હું છેતરાયો છું
શ્વાસ મારો ખોવાયો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.