અંગ્રેજી બોલવામાં પડીએ પાછાં (ગુજરાતી કવિતા) /interesting gujarati poem


interesting gujarati poem

આમ તો લખી નાખીએ થોડાં સ્પેલિંગ સાચા,
આમ તો બોલી નાખીએ થોડાં શબ્દો સાચા,

ગોખેલા શબ્દો યાદ રાખવા મથીએ દિલથી સાચા,
બોલવા જાઇએ અને ગળામાં વળી જાય છે ડૂચા,
અંગ્રેજી શબ્દો હોય જાણે ચાનાં કૂચા,

બાળપણમાં બહુ કર્યાં કિટ્ટા બુચ્ચા દોસ્તો સાથે,
આખો દિવસ વાતો કરવા આવી જાય છે પાંખો,
જ્યારે એજ દોસ્તો મળી જાય છે વિદેશમાં,

આખાં ગામની પંચાત કરવી હોય છે અંગ્રેજીમાં,
ટૂટયુ ફૂટ્યું બોલી દઈએ થોડું અંગ્રેજી,
એમ તો મેંગો બોલી દઈએ કેરી માટે
પણ કેરીનું અથાણું બોલવામાં પડી જાઇએ પાછાં,
એમ તો ટી બોલી દઈએ ચા માટે,
પણ પછી કીટલીનું અંગ્રેજી બોલવામાં પડી જાઇએ ઢીલાં,

આભાર વ્યક્ત કરવા બોલી નાખીએ થેનકયુ,
પણ એનાં પછી બોલવામાં પડી જાઇએ પાછાં,
વેદ તો ઘણા વાંચી જાણ્યા નિશાળમાં,
પણ આ વેદના જાણનારા મળ્યાં બહુ ઓછાં,

નોકરીમાંથી રાજીનામું આપીને ગયા વિદેશ,
તોયે રાજી નથી રહેવાતું વિદેશમાં,
દેશમાં હતાં ત્યારે પીઝા ખાવા જતાં રેસ્ટોરન્ટમાં,
અને વિદેશમાં જઇને શોધીએ છીએ ભરથુ રોટલા,

અંગ્રેજી બોલીને ફસાવી જાય છે ઘણાં લુચ્ચા,
એથી તો ભલા અમે દિલનાં છીએ સાચાં,

રુપિયા માટે છોડ્યું સ્વદેશ, રુપિયા માટે છોડ્યું સ્વજન,
 રુપિયા માટે ગયા વિદેશ, પણ વિદેશમાં જઇને છોડી ન સંસ્કૃતિ,
ગુજ્જુ એટલે ગજવામાંથી રુપિયા ખર્ચવામાં ના પડીએ પાછાં,
ગુજ્જુ એટલે ગરબા રમવામાં ના પડીએ પાછાં,
ખાલી અંગ્રેજી બોલવામાં પડીએ છીએ પાછાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.