કવિને ડંડા પડ્યા (ગુજરાતી કવિતા)



આજે તો 🖕🏽એક કવિ માસ્ક પહેર્યા વિના😷 ઘરની બહાર નીકળતા પકડાઈ ગયા ને પોલીસે👨‍✈️ બે ડંડા મારી દીધાં. કવિ એ ઘેર જઈને પોતાના પર વિતેલી ઘટનાને કવિતાનું રૂપ🖋️ આપી દીધું.👈🏻👌🏻👌🏻


કવિને  ડંડા પડ્યા (ગુજરાતી કવિતા)

ડંડા વાગ્યાં, મુજને ડંડા વાગ્યા પોલીસ ના હાથે આજ ડંડા વાગ્યાં
સપનાંમાં આવ્યાં, સપનાંમાં આવ્યાં, ઉંઘમાં યે પોલીસનાં ડંડા આવ્યા

શરમ આવી મુજને શરમ આવી, બધાં જોઈ જતાં  મુજને શરમ આવી
લાલિયો હસ્યો, પાછો ટીનિયો હસ્યો, આવેલી તક લઈ પરિયો હસ્યો

વંદા લાગ્યાં મુજને વંદા લાગ્યાં, ટીનિયો ને લાલિયો વંદા લાગ્યાં
બાયડી ભાગી , મારી બાયડી ભાગી પોલીસ ને જોઈ એ તો ઘરમાં ભાગી 

અભિમાન હતું ઘણું અભિમાન હતું, અભિમાન હતું ઘણું અભિમાન હતું
મોટી મોટી હસ્તીઓની ઓળખાણ નું અભિમાન હતું

ઓસરી ગયું બધું ઓસરી ગયું, બધું અભિમાન આજ ઓસરી ગયું
લાગવક લગાવી મેં તો, લાગવક લગાવી 
તલાટી, કલેકટર, ને મોદી સુધી લાગવક લગાવી,

કોઈ ન બન્યું સાથી , કોઈ ના બન્યું 
વિકટ પરિસ્થિતિમાં માં કોઈ ના આવ્યું

કલમ ૧૪૪ હતી ,એ તો કલમ ૧૪૪
જેના આગળ મારી કલમ પણ ના ચાલી.


ડંડા વાગ્યાં, મુજને ડંડા વાગ્યા પોલીસ ના હાથે આજ ડંડા વાગ્યાં

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.