અનમોલ ભેટ (ગુજરાતી કવિતા)/Gujarati Poem On Friendship

અનમોલ ભેટ (ગુજરાતી કવિતા)/Gujarati Poem On Friendship

ભગવાને આપેલ અનમોલ ભેટ છે દોસ્તી,
કોઈ હસ્તીથી કમ નથી આ દોસ્તી,

જેની પાસે છે હસતાં દોસ્તો,
એનાથી મોટી કોઈ હસ્તી નથી દુનિયાની,

શાહીમાંથી કાગળ પરના મધુર અક્ષર છે દોસ્તી,
શહીદનાં મોઢામાંથી નીકળેલ છેલ્લો શ્વાસ છે દોસ્તી,

કાગળને મળી જાય કલમ તો સુંદર શબ્દો છે દોસ્તી,
દરેક સંબધમાં મળી જાય જો એક દોસ્ત,

તો બની જાય છે બંદગી આ જિંદગી,
એકમાત્ર સંબંધ જેમાં "ભૂલ" શબ્દ છે સ્વીકાર્ય,
ડર નથી, શરમ નથી, એ સંબંધનું નામ છે દોસ્તી,

ગમગીન નથી દોસ્તો એ જેની પાસે છે ગમ્મતિયા દોસ્તો,
ન્યૂટનને મળી જાય જો સફરજન,
તો બની જાય છે મિશાલ આ જીંદગી,

જેને નથી કોઈ દોસ્ત જિંદગીમાં,
એની જિંદગી કોઈ જિંદગી નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.