છોડી દો (ગુજરાતી કવિતા,)/Inspirational Gujarati Poem


Inspirational Gujarati poem

મગજ કંઇક ઓર વિચારે છે,
આંગળીઓ ક્યાંક બીજે જઈ રહી છે,
જેમકે થિયેટરમાં મૂવી ગમતી નથી,
છતાં પૈસાં વસૂલ કરવા બેસીએ.

છોડી દો કોઈ એકને,
અને કરો ગમતાંનો ગુલાલ,
સાહસ કરો એકવાર છોડવાનું,
ને છોડયાનો ઉઠાવો આનંદ.

મીરાંએ છોડ્યું મેવાડ,
ને રામે છોડી અયોધ્યાનગરી,
ધીરુભાઈ અંબાણીએ છોડી નોકરી, 
ને બન્યાં લોકો માટે એક મિશાલ.

સામા પ્રવાહે તરવાની હોય ઇસ્છા,
નદીના તટને છોડી દો,
ખુદ પર હોય જો વિશ્વાસ,
તો લોકોના ટોણાં સાંભળવાનુ છોડી દો.

સ્વજન સામે હોય જો સ્વમાનની લડાઈ,
તો સ્વમાન સામે લડો.
જ્યારે અનેક સામે હોય એકની ન્યાય માટે લડાઈ,
અનેકને છોડી દો.

સત્ય જ સત્સંગ છે,
ને સત્ય જ સુવિચાર,
સત્ય જ ઊગતો સૂરજ,
ને સત્ય જ શીતળ.

સત્ય જ સંઘર્ષ,
ને સત્યનો જ જયજયકાર.
જ્યારે સત્યનો હોય સવાલ,
ડરવાનું છોડી દો.

જ્યારે ઝનૂન સામે હોય સંઘર્ષની લડાઈ,
નકારાત્મકતા છોડી દો,
એકવાર લીધાં પછી નિર્ણય,
અફસોસ કરવાનું છોડી દો.

ખુલ્લાં મેદાનમાં દોડવાની હોય ઈચ્છા,
જૂતાં ઘસાવવાની પરવા છોડી દો,
જિંદગીને જો માણવી હોય પૂરા દિલથી,
તો લોકો શું વિચારે એ વિચારવાનું છોડી દો.

પરિવારને ખુશ રાખવાની હોય શમણા,
તો વિશ્વાસઘાત દેવાનું છોડી દો,
સિતારો બનવાની હોય જો ઈચ્છા,
તો આળસ કરવાનુ છોડી દો.

પતંગ ચગાવવાની હોય જો ઈચ્છા,
તો કાળાં થવાની ચિંતા છોડી દો,
વરસાદમાં ભીંજાવવાની હોય જો ઈચ્છા,
તો કપડાં બગડવાની ચિંતા છોડી દો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.