ગો કોરોના ગો (કમ્પ્યુટર એન્જિનીયર એ લખેલી કવિતા)/Gujarati Poem On Corona Virus

ગો કોરોના ગો (કમ્પ્યુટર એન્જિનીયર એ લખેલી કવિતા)

Gujarati Poem On Corona Virus


1000 લાઈનના ઇનપુટ એરર સામે આઉટપુટ બનીને આવ્યું સેનેટાઈઝર,

સરકારે આપ્યું ઇનપુટ બનવા માટે એલર્ટ,

પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી પોલીસકર્મીઓએ,

પ્રોસેસડેટાના આઉટપુટ માટે આરોગ્યકર્મીઓ બન્યાં ઢાલ,


LAN, WAN, MAN બધાં નેટવર્ક થયાં કવોરનટાઈન

જ્યાં સુધી રહ્યાં હોમમાં , ROMમાં બની રહ્યાં એલર્ટ

લોકડાઉનમાંથી ડ્રેગ થયાં તો કીબોર્ડ પણ થયું લાપતા


1000 લાઈનના ઇનપુટ એરર સામે આઉટપુટ બનીને આવ્યું માસ્ક,

દર્દીઓની લાઈન લાગી એવી કે 64 GB નું સ્ટોરેજ ઉભરાયુ

ટચસ્ક્રીન બનાવનારની ટેકનોલોજી પણ આજે હારી

ટચ કર્યું જેવું ડીવાઈસને , કોપી થઇ બીજા ફોલ્ડરમાં પેસ્ટ થયો 

સિલેક્ટ ઓલ કરીને કવોરનટાઈન હોમમાં એન્ટર થયાં શકમંદો 

શોર્ટકર્ટ્સ વાપરી શિફ્ટ થવાં બહાર નીકળયા શંકાસ્પદ

તો ઈનબોક્સમાં એરર કલમ ૧૪૪ લખી ને આવી


1000 લાઈનના ઇનપુટ એરર સામે આઉટપુટ બની આવ્યા ડોક્ટર નર્સો,

સોશીયલ ડિસ્ટન્સ કટ થઈને પેસ્ટ થયું વિડિયોકોલમાં

વાઈરસની સ્પીડ કમ કરવાં એન્ટીવાઈરસની સ્પીડ વધારી

ડિલીટ કર્યો શહેરમાંથી તો પાછો ગામડાંમાં રિસાયકલ બિનમાં દેખાણો


રીસ્ટાર્ટ કરવાં લાઈફ ને પાવર કેબલ બની આવ્યા સેવા કર્મીઓ

1000 લાઈનના ઇનપુટ એરર સામે આઉટપુટ બની આવ્યાં દેશવાસીઓ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા