માય ડીયર મ્યુઝીક (ગુજરાતી કવિતા)/Gujarati Poem On Music




Gujarati Poem On Music
માય ડીયર મ્યુઝીક,
તું તો મારા માટે બિયરનું કામ કરે છે,
એક નશો ચડી જાય છે, 
જ્યારે હું તને સાંભળું છું.

જ્યારે હું તને સાંભળું છું,
ત્યારે તને સ્પર્શ કર્યા વિના,
તારા આકારને જોયા વિના,
તારો હું જબરો ફેન બની જાઉં છું,
તું મારા માટે રાત્રે,
ઊંઘની દવા બની જાય છે.

ટ્રાવેલિંગ હોય, કે મોર્નિંગવોક હોય, 
કે પછી ઘરકામ હોય,
સવાર હોય કે પછી સાંજ હોય,
મારા મગજની કસરત બને છે તું,

મારી મા હાલરડું ગાતી મારા માટે,
ત્યારથી મારો તારી સાથે સંબંધ જોડાઈ ગયો,
પછી તો શાળામાં પ્રાર્થના,
બાળગીત હોય કે પછી ડાન્સ સ્પર્ધા,
દરેક વખતે તું મારી સાથે રહ્યો,
મિત્રો ના હોય મારી સાથે,
ત્યારે તું મારા માટે,
બેસ્ટ ફ્રેન્ડનું કામ કરે છે,

જ્યારે હું તને સાંભળું છું ધ્યાનથી,
દેશભક્તિના ગીતો હોય,
કે પછી લગ્નગીતો હોય, 
ત્યારે હું લાગણીના,
બંધનમાં પરોવાઈ જાઉં છું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.