કોરોના વાઇરસ પર ગુજરાતી કવિતા/Gujarati Poem On Corona Virus

કોરોના વાઇરસ પર ગુજરાતી કવિતા 👈🏻🙏🏻

#GujaratiPoemOnCORONA


ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

હોટેલ બંધ, હોસ્ટેલ બંધ, બાળકોનું ભણતર બંધ
સિનેમા ને માર્કેટયાર્ડો પણ બંધ
વળી મંદિરનાં દ્વાર યે બંધ
સગાવહાલા થયાં આવતાં બંધ,
સાથી દોસ્તો સાથે બેઠક પણ બંધ


ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

રેડિયો, ટી.વી, સમાચાર પત્રોમાં
વળી સાવધાન ઇન્ડિયામાં ચર્ચા થાય બસ એક તારી 
નોકરિયાતોનાં પગાર અટવાયાં
પરીક્ષાર્થીઓની પરીક્ષા અટકાઈ
ધંધાર્થીઓનાં ધંધા અટકાયા
રોજમદારો છૂટાં થયાં
તારાં ખાતાંમાં કેટલું પાપ ઠલવાયું


ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

ઝગમગતો સૂરજ એ તારું નામ લઈને શરમાયો
પેટમાં પેસી ને તે માર્યો, ગરીબના પેટમાં ખાડો તે પાડ્યો
ભ્રષ્ટાચારીઓએ તકનો લાભ ઉઠાવી ભાવવધારો કર્યો
માસ્કમાં પુરાઈ દુનિયા, ઘરમાં પુરાયા લોકો
મહામંદીનો કાળ તે લાવ્યો, ભૂતકાળ બનીને જા તું પાછો



ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

માસ્ક ને સેનેટાઇઝરનું વિતરણ કરવા
વળી ગરમાગરમ ઉકાળો આપવા
દાતાઓ ખડે પગે છે ઉભા
વિદેશીઓ એરપોર્ટ પર અટકાવ્યા
ડોકટરો ચેકીંગ કરવા છે ઉભા
હવન,યજ્ઞો ને શ્લોકાચ્ચ્ચાર ચાલું
યમદૂત તને લેવા છે આવ્યાં


તારી શું ઔકાત મારા દેશમાં
સાવજ પણ ભાગ્યો ચારણકન્યાથી મારા દેશમાં
ગો ગો કોરોના જો જો જો કોરોના                                                          _સુનિતા પંડ્યા



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.