કલમ ૧૪૪ ઉપર કેસ ( ગુજરાતી કવિતા) /(Gujarati Poem On Article 144)
રવિવાારની સાાંજે સોસાયટીના દોસ્તો 👬🏼👫🏻🏿♂️એકસાથે ભેગા મળ્યાં ગાર્ડનમાં,
પોલીસે👨✈️ પકડ્યા બધાંને અને કલમ૧૪૪ કહીને આપી દીધાં બે ચાર ડંડા,
નિર્દોષ દોસ્તો 👬🏼👫🏻સહન કરી શક્યા નહીં વાંક વિનાનો ગુનો આ,
ને પહોંચી ગયા હાઇકોર્ટ ⚖️સીધાં ફરિયાદ લઇને કલમ ૧૪૪ ની
જજે કહ્યું, "ઓર્ડર ઓર્ડર" ને સાક્ષીઓ થયાં તૈયાર જુબાન આપવા,
પહેલો વારો આવ્યો નિર્દોષ દોસ્તોનો 👬🏼👫🏻, ને બોલ્યાં જુબાન આપતાં,
ચાર માણસો ન ભેગાં થાઓ, ભેગાં થયાં તો જેલ ભેગા થાઓ,
લાઠી,ગનમાં પકડાયાં તો પાછા લાઠીવાળાએ ડંડા માર્યા,
આ વળી કેવી બલાં તે લાવી😏 ?
દોસ્તોનું નિવેદન પૂરું થયું ને વારો આવ્યો કલમ ૧૪૪ નો,
શાંતિ અને હિંમતથી બોલી કલમ ૧૪૪,
દેશમાં, દેશના લોકો માટે, દેશના લોકોએ 🇮🇳જ મને છે લાવી.
અસામાજિક તત્વોએ મચાવ્યો હાહાકાર 🗣️🗣️,
અયોધ્યાનગરી થઈ લંકાનગરી ,
એકના દોષે ન થાય અનેક દોષી
ફરીથી આયોધ્યાનગરી બનાવવા હું તો
અતિથિ બનીને છું આવી
"ઘરમાં રહો, સુરક્ષિત રહો"👍🏻✌🏼 નો સંદેશો આપવા.
લાલ રંગ આવે ન બહાર તેથી,
ખાખી વર્દી👮♂️માં હું બહાર છવાઈ
તારા માટે જ તો વિકટ પરિસ્થિતિમાં
સરકારના આદેશથી છું હું તો આવી👍🏻
જાણું છું હું નિર્દોષતા તમારી,
પણ નિર્દોષ છો એટલે જ તો ઘરભેગા કર્યાં મેં તમને
જેથી અસામાજિક તત્ત્વો ઓળખાઈ જાય તુરંત
સહકાર આપો, સમય આપો, બહુ જલ્દી વિદાય હું લેવાની.
વાત સાંભળી ને કલમ ૧૪૪ ની ,
ભાવવિભોર થયાં બધાં દોસ્તો👬🏼👫🏻
સહમત👍🏻 થયાં કલમ ૧૪૪ ની સાથે
ચુકાદો એ આવ્યો પાછો તરફેણમાં 👍🏻એનાં.
ટિપ્પણીઓ