સોપારી (ગુજરાતી કવિતા)




વાંચતાં લખતાં શીખ્યો હતો દીકરો ત્યારથી,
માં બની ગઈ હતી "માસ્તર"  દીકરાની
દરેક ક્ષેત્રમાં જોવા પારંગત દીકરાને,
એ તો મિલ્ખાની જેમ દોડતી હતી.

સમાજ, દેશ, દુનિયાથી રાખવા જાગૃત ,
બંધાવી દીધું હતું વર્તમાનપત્ર એને તો.
મોટે મોટેથી વાંચતો "શબ્દો"  દીકરો ને
હોંશેહોંશે હરખાતી વહાલી  "માં" .

નવા નવા શબ્દો, ચિત્રો જોઇને કુતુહલવશ પૂછતો,
ને દીકરાની જિજ્ઞાસાવૃત્તિને હરખથી આપતી જવાબ.

"વાંચે ગુજરાત" મિશન સફળ થયાનું એ મનોમન આનંદ અનુભવતી.
હાથની આંગળી અચાનક થંભી ગઈ દીકરાની એક "શબ્દ" પર.

      ને પૂછી લીધું કૂતુહલ થઈને સીધું માં ને,
            "માં, સોપારી એટલે શું ?"

માં એ હસતાં હસતાં ફાયદા જણાવ્યા સોપારીના,
  "વાત્ત, પિત્ત, કફ માં ઉપયોગી સોપારી,
  પૂજા - પાઠ માં પણ ઉપયોગી સોપારી,
  વળી ઘા ભરવામાં  ઉપયોગી સોપારી."

માં ના જવાબથી મન વધારે ગૂંચવાયું દીકરાનું,
       ને પછી ધીમેથી બોલ્યો,

   "માં આટલા બધા ફાયદા છે સોપારી ના,
   તો વર્તમાનપત્ર માં એવું કેમ છપાયું છે,
   મારવા માટે ૧૦ લાખની સોપારી આપી ?"

         દીકરાના માસૂમ સવાલ સામે ,
        "નિ:શબ્દ" બની ગઈ માં .     
                                              _સુનિતા પંડ્યા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain