સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

gujarati poem on truth by Itouch Hearts




કુદરતનો નિયમ ભલે તોડવા એ મથે
આખરે તો કુદરત જ એને તોડે
વસંતને પાનખર બનાવવા ભલે એ મથે
આખરે પાનખર એની જ છત ઉપર આશરો લે
કારણ કે સત્યમેવ જયતે

હૈયાની વરાળ ભલે કાઢવા એ મથે
આખરે પોતે જ બાષ્પીભવન થઈને આવે બહાર
કારણ કે સત્યમેવ જયતે

જૂઠ બોલે ને કરે નાટક ભલે એ
આખરે જૂઠ એનો ય ગુરુ બને
કારણ કે સત્યમેવ જયતે

આઘાત આપવા રહે એ તત્પર
પરંતુ પ્રત્યાઘાત એનો જ પીછો કરે
કારણ કે સત્યમેવ જયતે

ટીકા કરવામાં રહે એ સૌથી આગળ
પરંતુ ટીકા એના જ મગજમાં પેસીને ચૂંટલી ભરે
કારણ કે સત્યમેવ જયતે

અર્થનો અનર્થ કરવા ભલે એ તલપાપડ થાય
પરંતુ અનર્થ એને જ પાપડ બનીને તોડે
કારણ કે સત્યમેવ જયતે

અજવાળાને ફૂંક મારીને ઓલવવાનું કામ કરે એ
આખરે પવન એની જ દિશામાં પાંખો ફફડાવીને ઓલવી નાખે એને જ
કારણ કે સત્યમેવ જયતે

લાઉડ સ્પીકર બનીને ભલે એ ફાટે
આખરે સ્પીકર એના કાનમાં જ ધાડ પાડે
કારણ કે સત્યમેવ જયતે

આંખોમાં ઝેર ભલે એનાં હોય ભર્યું
આખરે ઝેર એની આંખોમાંથી જ આંસુ વહી ને આવે બહાર
કારણ કે સત્યમેવ જયતે





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

જેસલ તોરલની સમાધિ લોકકથા