પોસ્ટ્સ

Navratri Special ABCD Alphabet for what's app status 2020

છબી
Navratri Special ABCD Alphabet for what's app status 2020 Navratri Special Whatsapp Dp Alphabet Image A Navratri Special Whatsapp Dp Alphabet Image B Navratri Special Whatsapp Dp Alphabet Image C Navratri Special Whatsapp Dp Alphabet Image D Navratri Special Whatsapp Dp Alphabet Image E Navratri Special Whatsapp Dp Alphabet Image F Navratri Special Whatsapp Dp Alphabet Image G Navratri Special Whatsapp Dp Alphabet Image I Navratri Special Whatsapp Dp Alphabet Image H Navratri Special Whatsapp Dp Alphabet Image J Navratri Special Whatsapp Dp Alphabet Image K Navratri Special Whatsapp Dp Alphabet Image L Navratri Special Whatsapp Dp Alphabet Image M Navratri Special Whatsapp Dp Alphabet Image N Navratri Special Whatsapp Dp Alphabet Image O Navratri Special Whatsapp Dp Alphabet Image P Navratri Special Whatsapp Dp Alphabet Image Q Navratri Special Whatsapp Dp Alphabet Image R Navratri Special Whatsapp Dp Alphabet Image S Navratri Special Whatsapp Dp Alphabet Image T Navratri Special W...

કનેક્શન (ગુજરાતી કવિતા)

છબી
 થઈ ગયું હતું જાગૃત સેન્સર બંને તરફનું ૩G,૪G નહિ ૬S (૬થ સેન્સ) ગતિથી ભાગતું હતું નેટવર્ક, સેન્સર પોલ્યુશનવિહીન હતું એટલે કનેક્શન ફૂલ હતું નેટવર્કનું. વાચાઓ ફૂટી હતી નેટવર્કને,  અને એ તો હવામાં કૂદતું હતું. ને ધરા પર ટ્રાન્સફર થતું હતું. બેટરી વાચાથી ચાર્જ થતી હતી, એટલે જ તો ચાર્જર બેકાર બન્યું હતું. એયરફોન ક્યારેક બનીને વાચા, એકલી એકલી ગુનગુનાતી હતી. અનલિમિટેડ પેકનું રિચાર્જ હતું, તેથી ઉજાગરા નડતા નહી. *** અચાનક ડગમગી ગયું નેટવર્ક કનેક્શનનું ! જોકે અચાનક તો માત્ર દેખાયું હતું બહારની દુનિયાને, લોડિંગ તો લેતી હતી ઘણાં મહિનાઓ પહેલાંથી સિસ્ટમ હેંગ તો થતી હતી ઘણાં મહિનાઓ પહેલાંથી જ સિસ્ટમ. પરંતુ કનેક્શનમાં આવેલી એરર સોલ્વ થવાનું નામ નહોતી લેતી.  દેખાતી ઝગમગાટ અચાનક થઈ ગઈ ઝાંખી એક દિવસ ! સિસ્ટમ થઈ ગઈ હતી લોક ડિવાઇસની, ને ચાવી કોઈ બીજું લઈને ફરતું હતું. ચાવી શોધવાની સમજણ નહોતી, એડિટ કરીને માહિતીને શેર કરતું હતું કોઈ, ને એને પારખવાનું ભૂલાઈ ગયું હતું કનેકશન રિટ્રાય થવા માંગતું હતું, ને કાચો કાન મ્યુટ થયું હતું. એપ્લિકેશન વધી ગઈ હતી સિસ્ટમની, સિસ્ટમ અ...

હરખપદુઙો લાલિયો (ગુજરાતી કવિતા)

છબી
 "ટાલિયો" કહીને ચીડવતો ટીનીયો લાલિયાને, લાલિયો બોલ્યો, " મુજ વિતી તુજ વીતશે, આજ મારી વારી, કાલ તારી વારી આવશે. આજ મારાવાળી,કાલ તારાવાળી આવશે ત્યારે તને સમજાશે આજ મારે પડી ટાલ, કાલે એ તારા માથે ટાલ પાડશે લાડુું ખાધો હતો મે તો હરખપદુડા થઈને, હવે તો મોઢું ધોવું પણ ના મારા હાથમાં. તાળીઓ પાડવી પણ ના મારા હાથમાં, માત્ર ગાળીઓ ખાવી જ મારા હાથમાં. મનમાં લડુું ફૂટ્યા હતાં ,એટલે ચોટાડ્યો હતો બાપે માંડવે . હવે તો પાપડ ભાંગવો પણ નહિ મારા હાથમાં. તલપાપડ થયો હતો લગન કરવા માટે હવે તો પાપડ ભાંગવું પણ નથી મારાં હાથમાં  મોહનથાળ ખવડાવ્યો હતો જેમને એમને પણ ન હું યાદ આવ્યો હાર પહેરાવ્યો છે જ્યારથી ત્યારથી "હાર" જ આવી છે જીંદગીમાં આવશે સુવર્ણ સવાર એક દા'ડો , તે આશાએ બ્રહમમુહૂર્તમાં હું ઉઠું  લમણે હાથ લઈને બેસ્યો હતો લમણાએ પણ ધક્કો મારીને દૂર કર્યો મુજને ને બોલ્યો મને ના લાવ વચમાં તું  ડોળા કાઢીને જોવે એ રીતે મુજને, જાણે નજદીક આવી મારી આલિયા ભટ્ટ  વાત વાતમાં કાઢે એવાં ડોળા, કે છીંક ખાઈને છટકી જાઉં હું સીધો બાલ્કનીમાં   ખોટા ખોટા કરવા પડે વખાણ એવાં કે, વખાણ પણ ખાણમાં પડવા થઈ ગ...

સોપારી (ગુજરાતી કવિતા)

છબી
વાંચતાં લખતાં શીખ્યો હતો દીકરો ત્યારથી, માં બની ગઈ હતી "માસ્તર"  દીકરાની દરેક ક્ષેત્રમાં જોવા પારંગત દીકરાને, એ તો મિલ્ખાની જેમ દોડતી હતી. સમાજ, દેશ, દુનિયાથી રાખવા જાગૃત , બંધાવી દીધું હતું વર્તમાનપત્ર એને તો. મોટે મોટેથી વાંચતો "શબ્દો"  દીકરો ને હોંશેહોંશે હરખાતી વહાલી  "માં" . નવા નવા શબ્દો, ચિત્રો જોઇને કુતુહલવશ પૂછતો, ને દીકરાની જિજ્ઞાસાવૃત્તિને હરખથી આપતી જવાબ. "વાંચે ગુજરાત" મિશન સફળ થયાનું એ મનોમન આનંદ અનુભવતી. હાથની આંગળી અચાનક થંભી ગઈ દીકરાની એક "શબ્દ" પર.       ને પૂછી લીધું કૂતુહલ થઈને સીધું માં ને,             "માં, સોપારી એટલે શું ?" માં એ હસતાં હસતાં ફાયદા જણાવ્યા સોપારીના,   "વાત્ત, પિત્ત, કફ માં ઉપયોગી સોપારી,   પૂજા - પાઠ માં પણ ઉપયોગી સોપારી,   વળી ઘા ભરવામાં  ઉપયોગી સોપારી." માં ના જવાબથી મન વધારે ગૂંચવાયું દીકરાનું,        ને પછી ધીમેથી બોલ્યો,    "માં આટલા બધા ફાયદા છે સોપારી ના,    તો વર્તમાનપત્ર માં એવું કેમ છપાયું છે,    મારવા...

મહંમદ બેગડો ઈતિહાસનું એક અમર નામ

છબી
અમદાવાદ પાસે આવેલ મહેમદાવાદ શહેર ગણપતિ બાપાના મંદિર માટે ઓળખાય છે.આ ઉપરાંત, આ શહેર મહંમદ બેગડા માટે પણ ઓળખાય છે. મહેમદાવાદ શહેર તેણે વસાવ્યું હતું.ત્યાં વાત્રકને કાંઠે ભમ્મરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ બંધાવ્યા હતા.   ઝેર આપવાની ને ખુન કરવાની વાતો તો તે સમયના રાજકારણ માં સાધારણ થઈ પડી હતી. આવી જ વાત ગુજરાતના મહંમદ બેગડાની છે. તેની મા તેને ઝેર આપતી હતી. પણ મારી નાખવા નહીં પણ જીવાડવા.  મહંમદ બેગડાનું મૂળ નામ હતું ફતેહખાં. કોઈ તેને ઝેર આપીને મારી નાખશે એવી બીક તેની મા ને સતત લાગતી હતી.મા એ તેનો ઉપાય શોધી કાઢ્યો.મા એ દીકરાને નાનપણથી થોડું થોડું તે પચાવી શકે તેટલું ઝેર આપવા માંડ્યું. તે કારણે તેનું ખાવાનું પણ વધતું ગયું.  સવારમાં તેને એક કટોરો ઘી અને એક કટોરો મધ જોઈએ. દિવસમાં ઢગલાબંધ અનાજ અને ૨૫૦ કેળાં જોઈએ. ઊંઘ માંથી જાગે ત્યારે એને ખાવાનું જોઈએ. તે માટે બાજુમાં જ ખાવાનું મૂકી રાખવામાં આવતું.  આવા એ મહંમદ એ બે ગઢ જીત્યાં હતા એટલે લોકો તેને બેગડો કહેતા એમ મનાય છે. બે ગઢ એટલે એક ચાંપાનેરનો અને બીજો જૂનાગઢનો. 

જેસલ તોરલની સમાધિ લોકકથા

છબી
           જેસલતોરલની સમાધિ લોકકથા કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪મી સદી ના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો, સ્વચ્છંદી અને નિરંકુશ. કારણે  આકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત પરાક્રમ ના અભિમાન એ, શક્તિ ના ગર્વે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લુંટારાઓ પણ જેની આમન્યા રાખે તેવા ધોરણો ને પણ તે અહંકાર ના અંધાપા માં કોરાણે મૂકે છે.  કુંવારી જાન લૂંટે છે, મોડબંધા ને હણે છે, વન ના મોરલા મારે છે તેની આક્રમકતા નો કોઈ આરો નથી, કોઈ આડશ નથી . આ જેસલ ની ઈચ્છા નો અંત નથી. જે ગમી જાય તે ઝુંટવી ને લાવાની તેને આદત. ને એક વાર તેને ગમી ગઇ કાઠિયાવાડ ના સલડી ગામના સુપ્રસિદ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી "તોરી" ને તે સાથે જ તેણે જેની ખૂબ પ્રસંશા સાંભળી હતી તે સાંસતિયાજી ની અનુપમ રૂપવાન પત્ની તોરલ !  જેસલ ની દાઢ સળકી, ને ગમતાં ને ઘેર લાવવા તે વિવશ બન્યો. એક રાત્રે..... સાંસતિયાજી ને ઘેર જાગ હતો. ભક્ત મંડળ ભજન પૂજન માં  મગ્ન હતું ત્યારે જેસલ છુપાઈને સાંસતિયાજીની ઘોડાર માં પહોંચ્ય...

રજપૂતોની ઉત્પત્તિની કથા

છબી
                  રજપૂતોની ઉત્પત્તિની કથા મલેસ્છોનો વધારો થવાથી વસિષ્ઠાદી બ્રાહ્મણોએ આબુ ઉપર નખી તળાવ પાસે યજ્ઞ કર્યો અને તેને કારણે અગ્નિકુંડમાંથી ચાર યોદ્ધા નીકળ્યા. તેઓએ શત્રુઓનો સંહાર કર્યો.  એ ચારના નામથી તેમના વંશજો ઓળખાયા. ૧) અગ્નિકુંડ : તેમાંથી પરમારની શાખા પ્રશાખાઓ થઈ.તેમાં કાબા, કાલમા, ખેર, ચાવડા ચાડ, મોરી, મહિપાવત, રહેવર, સુવાર, હાડા, સોલંકી, પ્રતિહાર, વગેરે. ૨) યદુકુલ : તેમાંથી જાદવ, જાડેજા, ચુડાસમા, રાયજાદા, ભાટી,જાટ વગેરે. ૩) સૂર્યકુલ : તેમાંથી ગેલોટ, વાળા, સિસોદિયા, ગોહિલ, રાઠોડ, જોધા, વાઘેલા, વાજા વગેરે. ૪) ઓડક રાજપૂત : તેમાંથી જે પ્રથમ ગુજરાતમાં અને બાદમાં બહાર ગયા તે છત્રીસ કુલ માં ગણાયા. તેમાં મૂળ કમાડ જેઠવા, ચાવડા, ડાભી, મકવાણા, ઝાલા વગેરે.

વણઝારા સમાજના અનોખા રીત રિવાજો

છબી
વણઝારા રંગબેરંગી સંધ્યા પછીના ઝાંખા અજવાળામાં , ગામના પાદરે ઉભેલા પાંચ પચાસ બળદો ના ધાડાની પડખે, ઝબકારા મારતા ચૂલાની જ્વાળાના ઉજાસમાં દિવસભરની ભૂખે ટળવળતા નાનાં ભૂલકાંઓને પ્રેમે રોટલો ઘડી ખવડાવતી માતાનાં વહાલભર્યા મુખડાં આપણા વિચારની વણઝારાને પણ ક્યાંક તાણી જાય છે. તેઓ રંગે પાકા ઘઉંવર્ણા ને કસાયેલા શરીરવાળાને મજૂરી કરી શકે તેવાં સશક્ત હોય છે. વણઝારા સ્ત્રીઓને પણ સુંદરતા અને શરીર સંપત્તિ વરેલી હોય છે. મોટા ઘેરદાર ચણીયાને શરીરે કાપડી પહેરે છે.  તેમના ચણિયાની વિશિષ્ઠતા તેનાં નાડામાં છે. આ નાડા બહાર ઘૂંટણ સુધી લટકતાં હોય છે. છેડે મોતીનાં ઝૂમખાં હોય છે. કુંવારી દીકરીઓ નાડાં ગૂંથે છે. પરણ્યા પછી આણામાં પચીસ ત્રીસ નાડાં આપવાના હોય છે. જેમ લોકો વધુ શ્રીમંત તેમ વધુ નાડાં આપે છે.

ડાંગી પ્રજાની તદ્દન ભિન્ન લગ્નવિધિ

છબી
ડાંગ શબરીની જન્મ ભૂમિ છે. શબરી નો આ મલક રીતરિવાજો થી ભરપૂર છે. ડાંગીઓના લગ્નના રિવાજો તદ્દન નિરાળા છે. "બોલપેન", "માટી પેન" અને લગ્નની વિધિ.  ડાંગી મા બાપ પોતાના દીકરાને લઈને કન્યાપક્ષ ને મળવા જાય અને કન્યાના હાથ ની માંગણી કરે. બંન્ને પક્ષ રાજી હોય તો કન્યાના પિતા ને ગોળનું પડીકું અપાય. આને "બોલ" આપ્યો એમ કહેવાય છે અને "બોલપેન" ની વિધિ કહેવાય અને લગ્ન પ્રસંગ ને "માટીપેન" ની વિધિ કહેવાય છે.

પારસી પ્રજાની તદ્દન ભિન્ન મરણોત્તર વિધિ

છબી
    પારસીઓ ગાયને પૂજે છે. સૂર્યની પણ પૂજા કરે છે ને સાવ સફેદ ગોધા નું તે લાલન પાલન કરે છે. તેને  "વરસ્યાજી" કહેવામાં આવે છે. ખાસ ક્રિયાઓમાં વરસ્યાજી ને હાજર રાખવામાં આવે છે ને ધાર્મિક ક્રિયામાં ગૌમૂત્ર નો પણ ઉપયોગ થાય છે.                           મરણોત્તર વિધિ      કોઈ પણ પારસી વ્યક્તિ અવસાન પામે ત્યારે ધર્મગુરુઓને ઘણી ક્રિયાવિધી કરવી પડે છે. મૃત શરીર ચોક્કસ નિશ્વિત ધાર્મિક કક્ષાની વ્યક્તિઓ જ ઉપાડી શકે છે. પારસીઓ અગ્નિને પવિત્ર ગણતા કોઈ મૃતદેહ ને તેઓ જમીનમાં દફનાવતા નથી. તેઓ તેને વિધિપૂર્વક "દોખ્ખા"~ટાવર ઓફ સાઈલનસ માં મૂકે છે.           "દોખ્ખા" એક મોટા કૂવા જેવી ઈમારત હોય છે. તેની અંદરની ભીંતોમાં વર્તુળાકારે ગોખલા જેવી પથ્થર ની ત્રણ કતારો હોય છે : સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે, ને બહારના પુરુષો માટે.            "નસરસલા" નામના ડાઘુઓ જેમના સિવાય અન્ય કોઈ દોખ્ખા માં પ્રવેશી શકતું નથી. તે મૃતદેહ ને દોખ્ખા માં મૂકે છે મૃતદેહ ને ગીધ...

Independent day Special ABCD Alphabet For What's app Status 2020

છબી
Independent day Special ABCD Alphabet For What's app Status 2020