ગાંધીજીનું નિવેદન ઇતિહાસ પ્રસિદ્ધ બન્યું/Mahatma Gandhi's history in Gujarati

Mahatma Gandhi's history in Gujarati

       ન્યાયમૂર્તિએ ગાંધીજીને છ વર્ષની કેદની સજા ફરમાવી અને કહ્યું : "સરકાર તમને છોડી મૂકશે તો મારા જેટલો આનંદ કોઈને નહિ થાય".


         ૧૯૨૨ માં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. મુંબઈથી જજ  મી. બ્રૂમફિલ્ડ આવ્યા હતા. ગાંધીજી પરનું તહોમતનામું વેચાયું. ગાંધીજીને પૂછ્યું: "તમે આરોપો કબૂલ કરો છો કે મુકદ્દમો ચલાવવા માંગો છો ? "



          ગાંધીજીએ કહ્યું : "મારી સામેના દરેક તહોમતનો હું સ્વીકાર કરું છું." ન્યાયમૂર્તિએ  કહ્યું : "હવે સજા ફરમાવવાની બાકી રહે છે, પણ તે પહેલાં તહોમતદારને કંઈ કહેવું હોય તો તે મારે સાંભળવું છે."



ગાંધીજીએ ઉત્તરમાં પોતાનું નિવેદન વાંચવાની ઈચ્છા દર્શાવી. ગાંધીજીનો એ એકરાર ઇતિહાસ પ્રસિદ્ધ વચનો બની ગયાં છે. "જે સરકારે હિંદ નું અહિત જ કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને હું સદગુણ સમજું છું."


         ગાંધીજીનો એકરાર બ્રિટિશ સલ્તનત પર આકરું તહોમતનામું હતું. ન્યાયધીશે  ગાંધીજીને છ વરસની કેદની સજા ફરમાવી અને કહ્યું : "સરકાર તમને છોડી મૂકશે તો મારા જેટલો આનંદ કોઈને નહિ થાય".

  ન્યાય મૂર્તિ બ્રૂમ ફિલ્ડ તથા એડવોકેટ જનરલ આર્મસ્ટ્રોંગ બધા જ આ નરસિંહ આગળ પામર  જણાતાં હતા !

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા