મમ્મી મારે ઓનલાઇન થવું છે (ગુજરાતી કવિતા)/gujarati poem

Gujarati Poem

Gujarati Poem Mummy mare Offline thavu chhe

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.
મમ્મી આજે મારે બ્લોક કરી દેવું છે ફેસબુક એકાઉન્ટ,

મમ્મી આજે તો મારે લોક કરી દેવી છે તને મારા દિલમાં,
ને પછી ચાવી ખોઈને વાતો કરવી છે આખી રાત.

ફેસબુક પુરાની યાદોને રિફ્રેશ કરાવે છે મમ્મી,
મમ્મી આજે તો મારે તને ફ્રેશ ફ્લાવર આપીને રાજી કરવી છે,

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.

મમ્મી પંખાની જેમ બદલતાં થઈ ગયા છે માણસો,
મોબાઈલમાં સાબિતી માટે રેકોર્ડિગ સેવ રાખવું પડે છે,

મમ્મી આજે તો એને ય ડિલીટ કરી દેવું છે,
અને તારી સાથે ઘડીને રેકોર્ડ કરવી છે.

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

દોસ્તો સાથે બેસીને બીજા દોસ્તો સાથે ચેટ કરતા જોયા છે મે,
મમ્મી s તો મારે દોસ્તો સાથે ચેટમાંથી રજા લેવી છે.
અને તારી સાથે ભરપેટ વાતો કરવી છે.

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

મમ્મી આજે તો મારે યુટ્યુબ પણ ડિલીટ કરવું છે,
મમ્મી આજે તો મારે ડીમલાઈટ બની જવુ છે,

અને તું ટ્યુબલાઈટ બનીને મને રોશની દે.
પછી મારા નામની સાથે તારું નામ રોશન કરવું છે.

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

મમ્મી થાકી ગયો છું ગુગલ ડ્રાઈવ ચલાવતાં ચલાવતાં,
આજે તો મારે તારી સાથે લોંગ ડ્રાઈવ પર ચાલતાં ચાલતાં થાક દૂર કરવો છે.

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

મમ્મી આજે તો મારે ડિલીટ કરવું છે વોટ્સઅપ એકાઉંટ પણ,
આજે તો મારે તને લોકો વોટર આઈ.ડી થી નહિ પરતું,

મારા કામથી ઓળખે એવું નામ બનાવવું છે,
મમ્મી થાકી ગયો છું દોસ્તોની વોટ્સઅપ સ્ટોરી વાંચીને,
આજે તો મારે તારા ખોળામાં સૂઈને પંચતંત્રની સ્ટોરી સાંભળવી છે.

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

મમ્મી થાકી ગયો છું ઇ-મેઇલ મેસેજ વાંચી વાંચીને,
મમ્મી આજે તો મારે તારી આઈ વાંચવી છે.       

મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે..

મમ્મી આજે તો મારે હોરર મૂવી પણ ડિલીટ કરવું છે.
મમ્મી હીરો કહીને બોલાવે છે મને તારી લાડકી,
મમ્મી આજે તો એના વીરાને વીર બનીને બતાવું છે.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain