રમેશ મહેતાના રમૂજી ફિલ્મી ડાયલોગ/Ramesh Mehta's' Funny gujarati movie dialogue

Ramesh Mehta's' Funny gujarati movie dialogue


રમેશ મહેતાના રમૂજી ફિલ્મી ડાયલોગ



૧)રમેશ મહેતા : ઓહોહોહો..... છોરી ક્યાં હાલ્યા ?
છોરી : હટાણું કરવા
રમેશ મહેતા : ઓહોહોહો..... ન જોવે ટાણું, ન જોવે પટાણુ, અને હાલ્યા કરવા ભટાણુ. મોહન આમાં ક્યાંથી ગવાય મારું ફટાણુ ?



૨)રમેશ મહેતા : કેવી છલકાતી તપેલી એ ગઈ, મલકાતી મલકાતી.
હે ભગવાન, આને ક્યારે તું મારા ભેગી લગન કરીને કરીશ. હાલો, અત્યારે તો વાંઢે વાંઢા આપણા મલકમાં.


૩)રમેશ મહેતા : અરે! દી' પાલી ને રાત પાલી રીક્ષા ચલાવું છું ત્યારે બેંકના હપ્તા ભરાય છે , ને આ ભગત નળ માટે નાવાનો જલસો કરીને રોજ મારા બે કલાક બગાડે છે.
 હાલ આજ તો મોઢું હલાવ્યા વગર જ રીક્ષા ચલાવવાનો જલસો કરું.




૪)રમેશ મહેતા : અરે બાઈઓ , આ બેડા પાછળ મૂકો, નહીંતર આ નબળાં ધણી જેવાં નળનું બધુંય પાણી નીકળી જશે. ને પછી રહેજો ચકલી ફેરવતી.
     અરે ભગત આવ્યા. ભગત આવ્યા. ભગતને નાવા દયો. એને નાવા ન દઈએ તો પાપ લાગે. ગર્ભવતી હોય એને કસુવાવડ થઇ જાય. કુંવારી હોય એને હારો ધણી ન મળે. અને પરણેલી હોય એનો પતિ નવાનીયો થઈ જાય.


૫)રમેશ મહેતા : મારી વાલી , આમ કયાં હાલી? અરે ! તારા વગર મારું મનડું છે ખાલી.આ વળી માંડ માંડ ને પાછી. વીજળી ક્યાં હાલી ?
  અરે, તારા વગર તો મારો આત્મા આઠ આઠ વરસ તરફડે છે. મારી વાલી જરાં મોઢું તો બતાવ.
રમેશ મહેતા : અરે! આ તો જલેબી ના થઈ ગયાં ખાજાં. મારા લબડી ગયાં વાજા. મારે થવું છે મહારાજા. લગાવીશું પછી અમે આંખડી. ભલે બાંધે પછી એ રાખડી.

૬)રમેશ મહેતા : ભિક્ષામ દેહિ. ભિક્ષામ દેહિ.
નાયિકા : મહારાજ , લ્યો આ દીક્ષા.
રમેશ મહેતા : મિલ ગઈ. મુજે મેરી ભિક્ષા મિલ ગઈ.
નાયિકા : ભિક્ષા મળી ગઈ. મહારાજ, લોટ તો હજી મારા હાથમાં છે.
રમેશ મહેતા : અરે ! હમ લોટ કા બાવા નહિ હૈં, હમ તો બાવી કા બાવાં હૈં.
નાયિકા : શું ?
રમેશ મહેતા : વો આપકો આજ ખબર નહિ પડેગી. જબ હમ બાપ હોંગે ઔર તુમ મેરે બચ્ચે કી માં હોગી, તબ ખબર પડેગી, કૌન બાવાં હૈં ઔર કૌન બાવી.
હમ કોઈ સાધારણ બાવે નહિ હે, હમ તો જાજરમાન બાવે હૈં, લોટ કે સાથ લૌટવાલી કો ભી લેકે જાએગે.
મિલ ગઈ. બાવા કો બાવી મિલ ગઈ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા