નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao
નટરાજ મૂર્તિની વિશેષતાઓ /Natraj Murti ni Visheshataao નટરાજ ભગવાનની મૂર્તિ ના દરેક અંગ કોઈ ને કોઈ બાબત સાથે સુસંગત છે. નટરાજ મૂર્તિ નો જમણો હાથ, ડાબો હાથ,આસન, ભગવાન શિવની જટાઓ, કાન ની બૂટ, શિવ ના ખભે વીંટળાયેલો સાપ કોઈ ને કોઈ બાબત સૂચવે છે . આ મૂર્તિના જમણા હાથમાં ડમરૂ છે જે સર્જનના પ્રતિક સ્વરૂપ છે. સંસાર ની બધી જ કૃતિઓ ડમરૂ ના અવાજ સાથે સુસંગત છે. ડાબા હાથમાં સાશ્વત અગ્નિ, જે વિનાશનું પ્રતિક છે. વિનાશ સૃષ્ટિનો અગ્રગામી છે, તે નવસર્જનનું અનિવાર્ય અંગ છે. જમણો હાથ અભય મુદ્રામાં છે, જે આશીર્વાદ દર્શાવે છે. ભક્તો માટે અભયનો ભાવ છે. ડાબો હાથ પગની તરફ ઈશારો કરે છે જે મોક્ષનો માર્ગ બતાવે છે. શિવનું તાંડવ નૃત્ય એક નાની આકૃતિઓ ઉપર કરી રહ્યા છે. જે વામનતા, અજ્ઞાનતા અને અજ્ઞાની વ્યક્તિના અહંકારનું પ્રતિક છે. શિવની હવામાં વહેતી જટાઓ ગંગા નદીના પ્રવાહનું પ્રતીક છે. શૃંગારમાં શિવના એક કાનમાં પુરુષની બુટ્ટી છે. જ્યારે બીજા કાનમાં મહિલાની બુટ્ટી છે. જે મહિલા અને પુરુષના વિલયનું પ્રતિક છે. તેને અર્ધ અર્ધ-નારીશ્વરના સ્વરૂપે ઓળખવામાં આવે છે. શિવના ખભાની ચારેય બાજુ સાપ વીંટળાયેલો છે.સા...