ઝરખ જંગલી પ્રાણી/Sparkle Wild Animal


ઝરખ જંગલી પ્રાણી/Sparkle Wild Animal


તમે કદી ઝરખ જોયું છે ? ન જોયું હોય તો વાંધો નથી. દેખાવે તે કદરૂપું અને વિચિત્ર પ્રાણી છે. જડબાં તો એટલાં મજબૂત કે ભેંસ જેવાનાં હાડકાં પણ દાઢથી ચાવી ખાય.

તેનો બાંધો કૂતરા જેવો પણ દેખાવે બેડોળ. આગળના બે પગ લાંબા અને પાછળના ટૂંકા . બધાં હિંસક પ્રાણીઓથી એ જુદું છે તેના પગના આંગળાથી. તેના પગે ચાર ચાર જ આંગળાં હોય છે.

ખોરાકમાં એને બધું ખપે છે. બીજાં પશુઓએ મારેલા છાંદેલા મૃતદેહો તેને ખપે છે. મૃતદેહ જેમ વધું સડેલાં તેમ એ વધું સ્વાદ થી ખાય. આવો ઉકરડો ન મળે ત્યારે કૂતરાં, બકરાં, ઘેટાં કે પાડું વાછરું મારી ખાય.

એવી માન્યતા છે કે ઝરખના મોંમાંથી જે લાળ ઝરે છે તેનાથી હાડકાં ય નરમ થઈ જાય છે. અને હોજરીમાં તો બિલકુલ ઓગળી જાય છે. તેની ચરબી સાંધાના દુખાવા પર રામબાણ ઇલાજ ગણાય છે.

 ઝરખ નાં જડબામા એટલી તાકાત હોય છે કે બે ઝરખ એક બકરાંને પકડીને સામસામે ખેંચે તો બકરાના બે કટકા થઈ જાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.