સિંહ જંગલી પ્રાણી /Lion Wild Animal



સિંહ જંગલી પ્રાણી/Lion Wild Animal



પુરાણા સમયથી સિંહને વનરાજનું બિરુદ મળ્યું છે. સિંહ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. સમગ્ર એશિયામાં હવે માત્ર સૌરાષ્ટ્ર ના ગીરના જંગલોમાં જ સિંહ વસે છે.

 તેની ગરદન પર ભરાવદાર કેશવાળી આવેલી છે જે તેને રાજવંશી ગૌરવ આપે છે. માદા સિંહ ને કેશવાળી હોતી નથી. સિંહ ગુફામાં રહે છે તે માન્યતા ખોટી છે.

સિંહ હંમેશા સૂકા અને ખુલ્લા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. ગીરમાં સિંહની બે જાતો જોવા મળે છે. વેલર અને ગઢિયો. ગીરમાં સિંહ અને સુવરના યુદ્ધ વારંવાર જોવા મળે છે. સિંહ એક રાતમાં  શિકાર માટે ચાળીસથી પચાસ કિલોમીટર ચાલી નીકળે છે.

 દરેક સિંહ જાણે પોતે વિસ્તાર વહેંચી લીધો હોય તેમ અમુક હદમાં જ તે રહેતો હોય છે. સામાન્ય રીતે તે માણસ ને મારતો નથી , પણ છંછેડવામા આવે તો તેના એક જ સપાટે માણસનો છુંદો વાળી નાખે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain