સુવર જંગલી પ્રાણી/Boar Wild Animal

સુવર જંગલી પ્રાણી/Boar Wild Animal



સુવર, ડુક્કર, ભૂંડ એ સર્વ એક જ પ્રકારના ગાય, ભેંસ જેવાં ખરીવાલાં પ્રાણીઓ છે. જંગલી સુવરની વિશિષ્ટતા તેની જોરદાર,ધારદાર દાતરડીઓ છે. 

તેના મોંમા લગભગ ૩૦ સે.મી. લાંબી એવી બે દાતરડીઓ હોય છે. આ સુવરના ઝનૂન પાસે વાઘ કે સિંહનો પણ કોઈ હિસાબ નથી. તેની ઉંચાઈ એકાદ મીટર જેટલી હોય છે.

સુવર ની દાતરડી ભાલા જેવી તીવ્ર હોય છે. એ ઉપરાંત તેની પાછળ રહેલું સુવરનું જોર, તેનો ધક્કો ભલભલા મોટામસ પ્રાણીઓના અંગોને પણ ચિરી નાખે છે. બળવાન વાઘને પણ દાતરડી પર ચડાવીને ઉછળીને ફંગોળી દે છે.

 વાઘ દીપડા પણ સુવરની અડફેટે આવવાનું ટાળે છે. ભેંસ કે હાથીના પગ પર પ્રહાર કરીને સુવર તેને લંગડાતા કરી મૂકે છે. દુશ્મનના પેટમાં દાતરડી ખોસી દઈ તેનું પેટ ફાડી નાખે છે.

૧૫ થી ૨૦ ના ટોળામાં રહે છે અને કાદવ કીચડમાં આળોટવું તેને ગમે છે. તેના શરીર પરના ઘા કાદવમાં રુઝાઈ જાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain