સસલું /Rabbit Wild Animal


સસલું /Rabbit Wild Animal

રેશમ જેવું સુવાળું અને કુમાશભર્યું સસલું એક રમતિયાળ પ્રાણી છે. સસલાંના બે પ્રકાર છે. એક રાખોડી રંગનું જેને અંગ્રજીમાં  હેર  કહે છે અને બીજું સફેદ અથવા સહેજ ગુલાબી ઝાંય વાળું જેને અંગ્રજીમાં રેબીટ કહે છે. 

રેબિટની આંખો જન્મ સમયે બંધ હોય છે જ્યારે હેરની ખુલ્લી હોય છે.સસલાંની દોડવાની ઝડપ ઘણી હોય છે. તેને પકડવા માટે શિકારી કૂતરાની મદદ લેવામાં આવે છે. 

દોડવામાં એવી લોંચી મારે છે કે તેની પાછળ દોડતો કૂતરો આગળ નીકળી જાય છે અને તે ફરીને પાછું દોડવા માંડે છે. 

સસલું બખોલ માં રહે છે. તેને જવા આવવાના દર જુદાં જુદાં હોય છે જેથી દુશ્મન આવતાં તે નાસી જઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.