દીપડો જંગલી પ્રાણી /Panther wild animal


દીપડો જંગલી પ્રાણી/Panther Wild Animal



જંગલનાં પ્રાણીઓમાં સૌંદર્યસ્પર્ધા થાય તો દીપડો તેમાં પહેલો આવે. સોનેરી પીળાં રંગની કાયા પર  છૂટાં છૂટાં કાળાં તલકા હોય છે. દરેક તલકાંમાં નાના ગોળ ચાર પાંચ ચકરડા, આ તલકા જ એને ચિત્તાથી જુદો પાડે છે.



દીપડાનું રેશમ જેવી નરમ અને સુંવાળી ચામડીથી મઢેલું શરીર ચમકારા મારે છે. તેની કાયા સ્નાયુબદ્ધ અને ગંથાયેલ હોય છે. સ્વભાવે તે હિંમતવાન, લુચ્ચું, શક્તિશાળી અને ચપળ પ્રાણી છે. 

એની જીભ બરછટ જાણે હાડકાંની કરચો બેસાડેલી હોય કાનસ જેવી. એથી તે શિકારના હાડકાં પર ચોંટેલું માંસ ઉઝરાડી શકે છે. એના દાંત ખૂબ ઝેરી છે.

દીપડો રાસીવૃત્તિવાળું પ્રાણી છે. ઘેટાં બકરાંના ટોળાં પર ત્રાટકે તો પચીસ પચાસનો ઘાસ કાઢી નાખે. પછી ભલે તેને બે ચારની જ જરૂર હોય. લપાતે પગલે, પેટે ઘસાડાતો, શિકારને અનુસરતો જોવો એ એક લહાવો છે. 

અડધી બાજી તો એ હુમલો કરવામા જ જીતી જાય છે. દીપડો સ્ફૂર્તિથી ઝાડ પર ચઢી જઈ શકે છે. અન્ય પ્રાણી પોતાનો 
શિકાર ન લઈ જાય એ બીકે ઘણી વખત તે શિકારને ઝાડની ડાળી પર ટીંગાડી દે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાંચો નરેશ કનોડિયા એ કહેલી પોતાની રતન સાથેની પ્રણય કથા.