શબ્દોની રમત (ગુજરાતી કવિતા)/gujarati poem
શબ્દોની રમત છે ભાઈ આ તો રમતમાં ગમ્મત છે,
ટાઈલ્સનું સ્ટાઈલ થઈ છે અને સ્ટાઈલમાં જિંદગી ટાઈ થઈ જાય છે,
સિંદૂર દૂર થઈ જાય છે અને દૂર થતાં વિદેશી કલ્ચર થઈ જાય છે,
કલ્ચરનું પલસર થઈ જાય છે અને પલસર આવતાં લપસી પડે છે ભાઈ,
ફેશનનું વેશન થઈ જાય છે અને વેશમાં ફેસ કાળો મેશ થઈ જાય છે,
વરનું વટ થઈ જાય છે અને વટમાં જિંદગી વશ થઈ જાય છે,
સંગતનું અંગત થઈ જાય છે અને અંગત થતાં જિંદગી રંગીન બની જાય છે,
ચાદરનું આદર થઈ જાય છે અને ચાદરમાં પડી રહેતા વાદ થઈ જાય છે,
હેન્ડસમનું હેન્ડપંપ થઈ જાય છે અને હેન્ડપંપ બંધ થતાં પેટ્રોલપંપ થઈ જાય છે,
ઈઝીનું બિઝી થઈ જાય છે અને બિઝી થતાં અજવાળી બીજ ભૂલી જવાય છે,
વીઝાનું પીઝા થઈ જાય છે અને પીઝા ખાવા મન પાપડ (તલ) થઈ જાય છે,
હેલોનું વેલો થઈ જાય છે અને વેલો આવતાં વેલકમ થઈ જાય છે,
સેક્ટરમાં ચક્કર ખાતાં એક્ટર થઈ જાય છે, અને એક્ટર બનતા કેરેક્ટર્સ બદલાઈ જાય છે,
એલ.આઇ.સી નું ઈલાયચી થઈ જાય છે અને ઈલાયચીવાળી ચા પીવા મન લલચાઈ જાય છે,
કેન્સલનું કેન્સર થઈ જાય છે અને કેન્સર થતાં આઈ કેન ફાઇટ થઈ જાય છે,
હાઈટનુ વાઈટ થઈ જાય છે અને વાઈટમની થતાં જિંદગી રાઈટ થઈ જાય છે,
રિસ્કનું વ્હીસ્કી થઈ જાય છે અને વ્હીસ્કી પીતા જિંદગી વિષ થઈ જાય છે,
સોનુનું સન થઈ જાય છે અને સન નંબર વન થઈ જાય છે,
શબ્દોની રમત છે ભાઈ આ તો રમતમાં ગમ્મત છે.
ટિપ્પણીઓ