ગાંધીજીના લગ્ન સમયની રોચક વાતો/Mahatma Gandhi's history in Gujarati

Mahatma Gandhi's history in Gujarati



         ગાંધીજીના લગ્ન તેર વરસની ઉંમરે થયાં હતાં.ગાંધીજીની સગાઈ ત્રણ વખત થઈ હતી. જેમાં ગાંધીજીની છેલ્લી અને ત્રીજી સગાઈ સાત વર્ષની ઉંમરે થઈ હતી.



 ગાંધીજીના લગ્ન સમયે તેમના પિતાશ્રી રાજકોટ રાજ્યના દીવાન હતા. આથી તેમનો પરિવાર એ સમયે રાજકોટ સ્થાયી થયો હતો. જોકે , મહાત્મા ગાંધીજી તથા તેમના મોટાભાઈ અને તેમના કાકાના દીકરા એમ ત્રણેયના લગ્ન એકસાથે કરવાના હોવાથી તેમનાં લગ્નનું આયોજન પોરબંદર ખાતે થયું હતું.


         આથી તેમનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેમના પિતાશ્રી જ્યારે રાજકોટથી પોરબંદર આવી રહ્યાં હતાં ત્યારે તેમનો ટાંગો (ઘોડાગાડી) ઉંધો વળતાં તેમનાં પિતાશ્રીને ખૂબ જ વાગ્યું હતું


   આમ છતાં, હાથ પગ બાંધ્યા હોવા છતાં અને તેમણે શરીરે પીડા થતી હોવા છતાં તેમનાં પિતાશ્રીએ ગાંધીજીના વિવાહમાં પૂરો ભાગ લીધો હતો. વિવાહ થયા ત્યારે ગાંધીજી હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં હતાં. વિવાહને કારણે ગાંધીજી તથા તેમના ભાઈનું અભ્યાસનું એક વરસ નકામું ગયું હતું.





     ગાંધીજીના લગ્ન બાદ તેમના પત્નીને અવતરેલું પ્રથમ બાળક બે કે ચાર દિવસ બાદ અવસાન પામ્યું હતું જેનું મુખ્ય કારણ બાળ વિવાહ હતાં.

 

        ગાંધીજીને બાળ વિવાહને કારણે શરમ પણ આવતી હતી. પછીથી ગાંધીજી બાળવિવાહના સખત વિરોધી પણ બન્યાં હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain