જોયો છે ચાંદ મેં (ગુજરાતી કવિતા)/Gujarati Poem on Moon


Gujarati Poem on Moon

દુઃખોને નજરઅંદાઝ કરીને,
તારાઓથી ભરેલાં આકાશ સામે નજર કરવા, 
એને રાત ગમતી,

તારાઓમાં પોતાને એક સિતારો જોવા, 
બારીમાંથી ડોકિયાં કરતી એ,
એને રાત ગમતી,

અંધારી રાતમાં ચોધાર આંસુઓને છુપાવવા, 
પૂરો દિવસ રાહ જોતી એ,
એને રાત ગમતી,

અમાસનો ચાંદ જોતીને,
ચાંદને પોતાની સાથે સરખાવી લેતી એ,
એને રાત ગમતી,

પૂનમનો ચાંદ જોતી ને
આશાનો દીપ પ્રગટાવી દેતી એ
એને રાત ગમતી

સપનાં જોઈને સંતોષ માણવા,
પૂરી રાત રાહ જોતી એ,
એને રાત ગમતી,

તારાઓ નિસ્તેજ બનતાં જોઈને,
ઈચ્છાઓને મનમાં દબાતી જોતી એ,
એને રાત ગમતી,

ધ્રુવનો સ્થિર તારો જોઈને,
મનનાં વિચારોને સ્થિર કરી દેતી એ,
એને રાત ગમતી,

ચંદ્ર પરનાં કાળાં ડાઘ જોઈને,
ચહેરાના કાળાં ડાઘ સાથે સરખાવતી એ,
એને રાત ગમતી,

તૂટતો તારો જોઈને તૂટેલાં દિલે,
એક વિશ માગી લેતી એ,
એને રાત ગમતી,

ચાંદ પર મનુષ્યજીવનને જોઇને,
જીવનમાં બદલાવની રાહ જોતી એ,
એને રાત ગમતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ટી. વી સિરિયલ ના ડાયરેકટર ની કોઠાસૂઝ (ગુજ્જુ જોક્સ)

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા)/gujarati poem on truth by Itouch Hearts

જેસલ તોરલની સમાધિ લોકકથા